હાલોલ-SSC અને HSC બોર્ડ ની પરિક્ષાનો પ્રારંભ, પરીક્ષા કેન્દ્રો બહાર પરિક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૨.૨૦૨૫
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વવારા આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા નો શાંતિપૂર્ણ માહોલમાં આરંભ થયો છે.જે અંતર્ગત હાલોલ ઝોન ખાતે ધોરણ 10 ની આજે સવારે 10.00 કલાકે પરીક્ષા શરુ થવાની હોવાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સવાર ના 9.00 કલાકે પોતાના પરીક્ષાકેન્દ્ર ઉપર આવી ગયા હતા.આજથી શરુ થયેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આરંભ થતા વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે આજ થી શરુ થયેલ પરીક્ષાને લઇ નગર ની જુદું જુદી સંસ્થાના તેમજ રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગુલાબ નું ફૂલ ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં હતું.પંચમહાલ જીલ્લાના હાલોલ ઝોન માં 14 કેન્દ્ર માં 36 બિલ્ડીંગ માં આજે પ્રથમ ભાષા ના કુલ 10214 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતી વિષયમાં કુલ 9673 વિદ્યાર્થીમાં 324 વિદ્યાર્થી ગેરહાજર રહી 9349 વિદ્યાર્થીઓ એ પરીક્ષાઆપી હતી.જયારે અંગ્રેજી વિષય માં 537 વિદ્યાર્થી માંથી ફક્ત એક વિદ્યાર્થી ગેરહાજર રહેતા 536 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જયારે ઉર્દુ વિષય માં એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા વગર 4 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી.સવારે 10.00 કલાકે શરુ થયેલી પરીક્ષા બપોરે 2.00 કલાકે શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પનથતા એક પણ ગેરરીતિ ( કોપી કેસ ) થઇ ન હોવાનું આધાર ભૂત વર્તુળ ધ્વારા જાણવા મળી આવ્યું હતું.જોકે પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષા આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓ ખુશીના માહોલ માં બહાર આવતા આજનું પેપેર સારું અને સહેલું હોય તેમ જણાઈ રહ્યું છે.જયારે આજે બપોરે 3.00 કલાકે શરુ થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં ભૈતિક વિજ્ઞાન ની પરીક્ષામાં કુલ 1903 માં થી 20 ગેરહાજર રહેતા 1883 વિદ્યાર્થી ઓ એ પરીક્ષા આપી હતી.જયારે સામાન્ય પ્રવાહ ના અર્થશાસ્ત્ર વિષય માં કુલ 2832 પૈકી 21 ગેર હાજર રહેતા 2811 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જયારે ઉધોગ સાહસિકતા વિષય માં સો ટાકા વિદ્યાર્થીઓ હાજર રહી 25વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.જોકે બંને ધોરણ ની પરીક્ષા આજે પ્રથમ દિવસે શાંતિ પૂર્ણ માહોલમાં સંપ્પન થઇ હતી.