HALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસ મથકે આગામી તહેવાર ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવ ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૮.૨૦૨૬

આગામી સમયમાં આવી રહેલા પવિત્ર તહેવારો ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવની નગરમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે શુક્રવારે એક વિશેષ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક હાલોલ વિભાગના (DySP) વી.જે. રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં હાલોલ ટાઉન પોલીસ ઇન્સપેક્ટર (PI) આર. કે. દેસાઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નગરના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન આગામી ૨૬ ઓગસ્ટ, બુધવારના રોજ ઉજવવામાં આવનાર ઇદે મિલાદના પર્વ સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ નિમિત્તે નગરમાંથી નીકળનારા ભવ્ય ઝુલુસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.પોલીસ તંત્ર દ્વારા બંને કોમના અગ્રણીઓને તહેવારો દરમિયાન કોમી સૌહાર્દ અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત અગ્રણીઓએ પણ તહેવારોની ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!