HALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કુલ ખાતે આઇડિયલ પ્રકાશન દ્વારા ચિત્ર-સ્પર્ધા યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૩.૨૦૨૫

હાલોલ ની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કુલ પ્રાથમિક વિભાગમાં ધો-1 થી 8 માં આઇડિયલ પ્રકાશન દ્વારા ચિત્ર-સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગ્રુપ-A-ધો-1 અને 2, ગ્રુપ-B-ધો-3 થી 5 અને ગ્રુપ-C-ધો-6 થી 8 આમ કુલ-3 ગ્રુપ વચ્ચે આ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં શાળા ના ધો-1 થી 8 ના કુલ-370 વિદ્યાર્થીઓ એ હર્ષોઉલ્લાસ સાથે ભાગ લીધો અને સ્પર્ધા ના ત્રણ અલગ-અલગ ચિત્ર વિષયો માં (ગ્રૂપ-A-મારુ ઘર),(ગ્રુપ-B-ભાત-ચિત્ર),(ગ્રુપ-C-પ્રચાર ચિત્ર) ને ધ્યાને રાખી પોતાની અદ્ભૂત ચિત્ર-કલા નું પ્રદર્શન કર્યું હતું જેમાં આજ ની ચિત્ર-સ્પર્ધા ના નિર્ણાયક શાળા ના ચિત્ર વિષય ના શિક્ષક રૂપેશ સોની અને વર્ષાબેન ભોજક દ્વારા આ ત્રણે ગ્રુપ માંથી પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર અંકિત કરવામાં આવ્યા હતા અને ત્રણે ગ્રુપ મળીને કુલ 9 વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ ના અંતે આઇડિયલ પ્રકાશન તરફ અને આઇડિયલ પ્રકાશન અમદાવાદ થી પધારેલ પંકિલભાઈ તેમજ શાશંકભાઈ ના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું આંમ આ સમગ્ર કાર્યક્રમ માં શાળા ના આચાર્ય હર્ષાબેન શુકલ સાથે શાળા ના કે.જી વિભાગ ના સુપરવાઈઝર અલ્પાબેન શાહ અને ધો-1 થી 8 ના સુપરવાઈઝર મિલનકુમાર શાહે હાજર રહી બાળકો નું મનોબળ વધાર્યું હતું.

Back to top button
error: Content is protected !!