KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:અલવા સેજામાં પડોશી અને વેપારીની મિલીભગતથી ખેતરના કિંમતી ઝાડ કાપી વેચ્યા, 50 હજારનું નુકસાન અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

તારીખ ૦૪/૦૭/૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની અને હાલ પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા પટેલ દિનેશભાઈ કિશોરભાઈના અલવા સેજામાં આવેલ સર્વે નંબર ૬૯ વાળા ખેતરમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી વેચી દેવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અરજદાર દિનેશભાઈ પટેલના સરવે નંબર ૬૯ વાળા ખેતરની હદ (સરહદ) પર આવેલ કનઝ અને બાવળના કિંમતી ઝાડને તેમના પડોશી ગોકળભાઈ ધુળાભાઈ પટેલે તેમની અજાણતાં અને મંજૂરી વગર વેજલપુરના વેપારી લાલા ઉમર સાથે મળીને કાપી નાખ્યા હતા.

અરજદારના જણાવ્યા અનુસાર, ગત તારીખ ૨૬/૦૬/૨૦૨૬ના રોજ વેપારી દ્વારા આ ઝાડ કાપીને લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ રહેતા અરજદારને તા. ૩૦/૦૬/૨૦૨૬ના રોજ આ અંગે જાણ થતાં તેઓ તુરંત જ વતન આવી તપાસ કરી હતી. જ્યારે અરજદારે વેપારી સાથે ફોન પર વાતચીત કરી ત્યારે વેપારીએ ઉદ્ધત વર્તન કરી “તારાથી થાય તે કરી લે, મારું કોઈ તોડી લેવાનું નથી” જેવી ધાક-ધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરાયો છે.આશરે રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતના ઝાડ માત્ર રૂ. ૧૬,૦૦૦/- માં ગેરકાયદેસર રીતે વેચી દઈને ભારે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.આ મામલે પીડિત ખેડૂત દિનેશભાઈ પટેલ જિલ્લા વન સંરક્ષક અધિકારી (D.F.O.), ગોધરા,પોલીસ ઇન્સ્પેક્ટર , કાલોલ પોલીસ સ્ટેશન, મામલતદાર કાલોલને લેખિત અરજીઓ આપીને ત્વરિત અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, એકતરફ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ અને વન સંવર્ધનની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે આવા લેભાગુ તત્વો દ્વારા બીજાના ઉછેરેલા કિંમતી વૃક્ષો કાપી પર્યાવરણને અને ખેડૂતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અરજદારે સ્થળ તપાસ કરી નુકસાનીનું યોગ્ય વળતર અપાવવા અને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

Back to top button
error: Content is protected !!