KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના દેલોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર ના પતી મતદારોને લાભ લાલચ આપતા દારૂ વેચતા પકડાયા.

 

તારીખ ૨૨/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

શનિવારે રાત્રિના સમયે કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્ત ના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને કાલોલ તાલુકાના દેલોલ ગામથી આલોકકુમાર બળવંતભાઈ રાઠોડ ના મોબાઇલ થી માહિતી આપી જણાવેલ કે દેલોલ સુથાર ફળિયામાં નીરવભાઈ ગૌતમભાઈ પટેલ રહેવાસી રામનાથ તેઓની પત્ની લતાબેન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હોય પત્નીની તરફેણમાં વોટીંગ કરાવવા માટે મતદારોને લોભલાલચ આપવા માટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી ટેલીફોનિક માહિતી મળતા પીએસઆઇ પી કે ક્રિશ્ચયન પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા હતા જ્યાં જીજે ૦૧ આર એચ ૯૫૦૦ નંબરની ફોરવીલ ગાડી પડી હતી અને ફળિયાના માણસો ભેગા થઈ રહ્યા હતા જેથી વધુ પોલીસ સ્ટાફ મંગાવવામાં આવ્યો. પંચો ગાડીની નજીક ઉભેલા બે માણસોની પૂછપરછ કરતા નિરવભાઈ ગૌતમભાઈ પટેલ ઉ વ ૪૮ રે રામનાથ તા કાલોલ તથા ભૌતિકકુમાર ભરતભાઈ પટેલ ઉ વ ૩૨ રે રાબોડ તા કાલોલ ના હોવાનું જણાવેલ પોલીસે પંચો રૂબરૂ વિડીયોગ્રાફી કરી ગાડીનું લોક ખોલાવી જોતા વચ્ચેની સીટ ઉપર ખાખી પુઠ્ઠા ના બોક્સમાં એક જ બ્રાન્ડના વિદેશી દારૂના પ્લાસ્ટિકના 180ml ના ક્વાર્ટર નંગ ૧૩ મળી આવેલ જેની કિંમત રૂ ૧૪૩૦ તથા ફોર વ્હીલ ગાડી ની રૂ ૨ લાખ મળી રૂ ૨,૦૧,૪૩૦/ નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરી બન્ને વ્યક્તિ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

Back to top button
error: Content is protected !!