KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુરમાં તસ્કરોનો તરખાટ, રાત્રે ઘર બહાર પાર્ક કરેલી ૭૦ હજારની હોન્ડા સાઈન બાઈક ચોરાઈ.

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં આવેલા વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ઘરના આંગણામાંથી લૉક કરેલી બાઇક ચોરાઇ જવાની ઘટના સામે આવી છે. વડોદરાના એક યુવકે પોતાની રૂ. ૭૦,૦૦૦ની કિંમતની હોન્ડા સાઇન મોટરસાયકલ ચોરી થવા અંગે વેજલપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ, વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિશિયન તરીકે છૂટક મજૂરી કરતા વિશ્વકર્મા વિશ્વંભરનાથ રામપ્રતાપ (ઉ.વ. ૨૬) એ વર્ષ ૨૦૨૬માં જ કાળા કલરની હોન્ડા સાઇન મોટરસાયકલ (નંબર: GJ-06-SP-2410) ખરીદી હતી. આ બાઇક તેમણે પોતાના પિતાને વ્યવસાયિક ઉપયોગ માટે આપી હતી. તેમના પિતા કાલોલ તાલુકાના કાનોડ બ્રિજ પાસે ફેબ્રિકેશનનું કામ કરતા હોવાથી છેલ્લા ચારેક મહિનાથી આ બાઈક ત્યાજ હતી.તે દરમિયાન, ગત ૨૯ મે ૨૦૨૬ના રોજ કામ દરમિયાન પિતા બ્રિજ પરથી પડી જતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. આથી, આ મોટરસાયકલ વાપરવા માટે તેમણે પોતાના મિત્ર પ્રણયકુમાર વિભુતિ ભુષણ પ્રસાદસિંહ (રહે. મારુતીધામ સોસાયટી, વેજલપુર-ખરસાલીયા રોડ) ને સોંપી હતી.ગત તારીખ ૨૪ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે પ્રણયકુમાર પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા અને મોટરસાયકલ ઘરના આંગણામાં સ્ટેરિંગ લૉક કરીને મૂકી હતી. બીજા દિવસે એટલે કે ૨૫ જૂનની સવારે આશરે ૦૮:૦૦ વાગ્યે તેઓ જાગીને બહાર આવ્યા ત્યારે ઘર આંગણેથી મોટરસાયકલ ગાયબ હતી. કોઈ અજાણ્યો ચોર ઇસમ રાત્રિના સમયે લૉક તોડીને બાઇક ચોરી કરી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું.બાઇક ગાયબ જણાતા પ્રણયકુમારે તાત્કાલિક મૂળ માલિકના પુત્રને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યારબાદ બંનેએ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં મોટરસાયકલની સઘન શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોટરસાયકલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે આ મામલે આજ રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદીની જાહેરાતના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૭૩ અને ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!