GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ભાથીજી મંદિર પાસે અડચણરૂપ રીતે શાકભાજીની લારી ઉભી રાખનારા બે ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરી.

 

તારીખ ૨૫/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ પી એસ આઇ એલ એ પરમાર સાથે પેટ્રોલિંગમાં હતો ત્યારે ભાથીજી મંદિર પાસે આવતા જાહેર રસ્તા વચ્ચે ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે પોતાની લારી ઉભી રાખી વેપાર કરતા બિલાલ સલામ જરોદિયા તથા સાહિલ ફારુક ઘોડાવાલા નામના બે લારી ધારકો સામે બીએનએસ કલમ 285 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી બંનેની લારી જપ્ત કરી બંને સામે અલગ અલગ ગુના દાખલ કરેલ. જોકે પોલીસ ની વખતોવખત ની કાર્યવાહી બાદ પણ આ વિસ્તારમાં દબાણો યથાવત રહે છે ત્યારે આ દબાણોનો નક્કર ઉકેલ લાવી શકે તેવી નેતાગીરી નો કાલોલ પંથકમાં અભાવ જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!