કાલોલમાં ચોરી કરી છટકવું મુશ્કેલ: પોલીસે બેટરી ચોરીનો કેસ કલાકોમાં ઉકેલી 3 આરોપી દબોચ્યા.

તારીખ ૧૬/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં પીપલ્સ બેન્કની પાછળ, આંગણવાડી નજીક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેક્ટરોમાંથી બેટરીઓની ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. આ વણશોધાયેલા ગુના અંગે ફરિયાદ નોંધાયાના ૨૪ કલાકની અંદર જ કાલોલ પોલીસે સક્રિયતા દાખવીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ રીઢા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા કેસો શોધી કાઢવા માટે પંચમહાલ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જેના આધારે કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ અને તેમની ટીમ તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન, પી.આઈ. આર.ડી.ભરવાડને હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ટ્રેક્ટરોમાંથી ચોરાયેલી બેટરીઓ ત્રણ ઈસમોએ ચોરી કરી છે અને આ મુદ્દામાલ કાલોલના જ એક આરોપી નરેન્દ્રભારથી હસમુખભારથી ગોસાઈના ઘરે સંતાડી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફે ત્વરિત દરોડો પાડીને ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ કરતાં તેઓએ ગુનાની કબૂલાત કરી હતી.ઝડપાયેલા આરોપીઓના નામ અને વિગત 1 નરેન્દ્રભારથી હસમુખભારથી ગોસાઈ (ઉં.વ. ૩૨, રહે. મઠ ફળિયું, કાલોલ, જી. પંચમહાલ)–(જેના ઘરે ચોરીની બેટરીઓ સંતાડવામાં આવી હતી).2 ગોપી અમરાજી મારવાડી (ઉં.વ. ૨૮, રહે.તળાવ વિસ્તાર, કાલોલ, જી. પંચમહાલ).3. નારણભાઈ શાંતિલાલ મારવાડી (ઉં.વ. ૨૬, રહે. તળાવ વિસ્તાર, કાલોલ, જી. પંચમહાલ).રિકવર કરાયેલો મુદ્દામાલ: કુલ ૦૨ નંગ બેટરી: કિંમત રૂપિયા ૧૨,૦૦૦/-પાના નંગ-૦૨:કિંમત રૂપિયા ૫૦/-કુલ રિકવરી ₹૧૨,૦૫૦/-






