KALOL(Panchamahal)PANCHMAHAL

દેલોલ બસ સ્ટેન્ડ પાસેથી પોક્સોના ગુન્હાના વોન્ટેડ આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

 

તારીખ ૧૯/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અન્વયે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું રાજ્યભરમાં મેગા ડ્રાઇવ હાલમાં ચાલુ હોય જે અન્વયે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુચના અને માર્ગદર્શન આપેલ.જે આધારે આર.ડી. ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશનનાઓએ અસરકારક વ્યૂહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સ્ટાફને જરૂરી સુચના આપેલ જે અન્વયે કાલોલ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૮૨/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ ૧૩૭(૨), ૮૭ તથા પોક્સો એક્ટ કલમ-૧૨ મુજબના કામનો નાસતો-ફરતો આરોપી નિલેશકુમાર ઉર્ફે કાળીયો ઉદાભાઈ પરમાર રહેવાસી અમણું ફળિયું, મોટી શામળદેવી તાલુકા કાલોલ આ આરોપીને દેલોલ બસ સ્ટેશન ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!