વેજલપુર બેંક ઓફ બરોડા શાખામાં લાલયાવાડી,ખાતાધારકો પાસબુક એન્ટ્રી માટે વારંવાર ધક્કા ખાવા મજબૂર.

તારીખ ૦૬/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે મેહલોલ રોડ ઉપર આવેલી બેંક ઓફ બરોડા શાખા ની લાલયાવાડી છેલ્લા એક વર્ષ થી વધુ જેટલા સમયથી બેંક દ્વારા બેંક ખાતા ધારકો ને પાસબુક માં એન્ટ્રી પડાવવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે એક તરફ ડિજિટલ ની વાતો બીજી તરફ બેંક કર્મચારીઓ ની મનમાની છેલ્લા કેટલાક સમયથી બેંક ખાતા ધારકો ને પોતાના એકાઉન્ટમાં લેવડદેવડ માટે ની એન્ટ્રી પાડી આપવામાં ન આવતી હોવાથી બેંક ખાતા ધારકો મુશ્કેલી નો સામનો કરવો પડે છે અને અવારનવાર ધર્મના ધક્કા ખાવા મજબુર બન્યા છે તેમ છતાં બેંક ના કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને બેંક કર્મચારીઓ ને ખાતા ધારકો દ્વારા પાસ બુક એન્ટ્રી અંગે પૂછ પરછ કરવામાં આવતા એવું જણાવવામાં આવે છે કે મશીન ખરાબ છે ક્યારે શરૂ થશે તેની ખબર નથી તમારે પાસ બુક માં એન્ટ્રી પડાવવી હોય તો દેલોલ કાલોલ ગોધરા ની શાખા માં જાવો ત્યાં પાસ બુક માં એન્ટ્રી થશે તેવા જવાબો આપવામાં આવે છે જેથી એટીએમ મશીન ની બાજુમાં મુકવામાં આવેલ પાસ બુક એન્ટ્રી નું ડીઝીટલ મશીન માત્ર દેખાવ પૂરતું હોય તેવું લાગી રહ્યું છે ડીઝીટલ મશીન માં બેંક ખાતા ધારક જાતે પાસ બુક નાખી એન્ટ્રી કરતા હોય છે તેમ છતાં બેંક કર્મચારીઓ મશીન ચાલુ છે કે બંધ તેની તકેદારી રાખી ઉચ્ચ કક્ષા સુધી કંપ્લેન. કરી ખાતા ધારકો ને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ લાવતા નથી બેંક કર્મચારીઓ માત્ર એસી માં બેસી બેંક ખાતા ધારકો ને અધ્ધર તાલ જવાબો આપી પોતાની નૈતિક જવાબદારી છુટકારો મેળવી રહયા છે જેથી ઉચ્ચ કક્ષાએ થી બેંક કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.







