KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં વન સંપત્તિની ચોરી પર મામલતદારની કાર્યવાહી: ઝીલીયા નજીક ગેરકાયદે વૃક્ષો કાપીને લાકડું લઈ જતું વાહન પકડાયું.

તારીખ ૨૦/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઝીલીયા ગામ ખાતેથી પરવાનગી વિના ઝાડ કાપીને લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન એક વાહનને રોકીને પાસ-પરમિટ માંગવામાં આવતા વાહન ચાલક પાસે કોઈ માન્ય પરમિટ મળી આવી ન હતી.આરોપી/ચાલક: બદના સલીમ મોહંમદ હનીફ (ઉંમર: ૨૦ વર્ષ, ધંધો: ડ્રાઈવિંગ, રહેવાસી: વેજલપુર, તા. કાલોલ, જી. પંચમહાલ) ઝડપાયેલ વાહન નંબર: GJ 07 U 5451 ઘટના સ્થળ ઝીલીયા (ગોધરા તરફ લઈ જતી વખતે પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જઈ રહેલા આ વાહનને સીઝ કરીને મામલતદાર કચેરી, કાલોલ ખાતે મુકવામાં આવ્યું છે. વાહન ચાલકે સરકારી નિયમો મુજબ દંડ ભરવાની સંમતિ દર્શાવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







