પાવાગઢ દુર્ઘટના,પીડિત પરિવારોને ₹4 લાખની આર્થિક સહાયના ચેક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે અર્પણ કરાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૧.૬.૨૦૨૬
પાવાગઢ ખાતે શુક્રવારે વહેલી સવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો પર આવી પડેલી આફત વચ્ચે વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે.આજે રવિવારના રોજ હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવી હતી.આ સહાય વિતરણ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શોકાતુર પરિવારોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી.જ્યારે આ પ્રસંગે હાલોલના પ્રાંત અધિકારી જે.ડી.પટેલ, કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા વિકાસ અધિકારી,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ પક્ષના (પાર્ટી) પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ સહિતના સ્થાનિક આગેવાનો અને તમામ મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પરિવારોને સહાયના ચેક સોંપવામાં આવ્યા હતા. દુઃખની આ કપરી ઘડીમાં વહીવટી તંત્રએ પીડિત પરિવારોની પડખે ઊભા રહીને પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.











