KALOL(Panchamahal)PANCHMAHAL

ચાંચપુરના ખેતરમાં ચાલતા જુગારધામ પર વેજલપુર પોલીસ ત્રાટકી, રોકડ સહિત 60 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, ચાર જુગારી ઝબ્બે,બે ફરાર

 

તારીખ ૨૧/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકા હેઠળ આવતા વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ગોધરા તાલુકાના ચાંચપુર ગામે ચાલી રહેલા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ચાર જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે બે ઇસમો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

પોલીસ અહેવાલ અનુસાર, તારીખ ૨૦/૦૬/૨૦૨૬ના રોજ વેજલપુર પોલીસની ટીમ ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધનોલ ચોકડી પાસે પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનિયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ચાંચપુર ગામે રબારી ફળિયામાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ચીમનભાઈ ચૌહાણ પોતાના ઘરની પાછળ આવેલા કોતર નજીક ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમોને ભેગા કરી પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમી પાકી હોવાથી તાત્કાલિક અન્ય પોલીસ સ્ટાફ અને બે પંચોના માણસોને બોલાવી રાત્રે આશરે ૨૩:૨૦ વાગ્યે બાતમીવાળી જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસને જોઈને મચી ભાગદોડ, 4 આરોપીઓ ઝડપાયા લાઇટના અજવાળે કુંડાળું વળીને જુગાર રમી રહેલા ઇસમોએ પોલીસને જોતા જ ત્યાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને ઘટનાસ્થળેથી ચાર ઇસમોને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો અને અન્ય એક આરોપી અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા જ્યાં પકડાયેલા આરોપીઓના નામ:1. નિલેશસિંહ વિજયસિંહ રાઠોડ (ઉ.વ. ૩૮, રહે. સણસોલી, કાલોલ 2.મનહરસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. ૩૪, રહે. મહેલોલ, ગોધરા)3. વિજયસિંહ કનકસિંહ રાઠોડ (ઉ.વ. ૩૦, રહે. સણસોલી, કાલોલ -)4. ઇન્દ્રજીતસિંહ બળદેવસિંહ રાઠોડ (ઉ.વ. ૨૫, રહે. સણસોલી, કાલોલ) નાસી ગયેલા આરોપીઓના નામ:5. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ચીમનભાઈ ચૌહાણ (રહે. ચાંચપુર, ગોધરા)6. કનુ સનાજી વણઝારા (રહે. મહેલોલ, ગોધરા)કુલ રૂ. ૬૦,૫૮૦નો મુદ્દામાલ જપ્ત

પોલીસે પકડાયેલા આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી નીચે મુજબનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે: દાવ પરના રોકડા રૂપિયા: ₹ ૨,૬૫૦/-આરોપીઓની અંગઝડતીના રોકડા રૂપિયા: ₹ ૧૭,૯૩૦/-મોબાઈલ ફોન:૨ નંગ (એક ઓપ્પો અને એક એપલ કંપનીનો આઇફોન, કિંમત ₹ ૪૦,૦૦૦/-)પત્તા પાના: ૫૨ નંગ સહિતના કુલ જપ્ત મુદ્દામાલની કિંમત: ₹ ૬૦,૫૮૦/-આ મામલે વેજલપુર પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસની આગળની તપાસ પી આઈ જી. કે. વહુનિયા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!