KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ઈદ નિમિત્તે ઇદગાહ-મસ્જિદોમાં નમાઝ બાદ ભારત સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય તે માટે ખાસ દુવા કરાઈ.

 

તારીખ ૨૮/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ અદહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.જેને લઈ કાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારનાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. નગરના નુરાની કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને આશીયાના સોસાયટી ખાતે આવેલ અલેફ મસ્જિદ, કાલોલ નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ રબ્બાની મસ્જીદ, પોલીસ સ્ટેશન સામે આવેલ મોહમંદી મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે કાલોલ જુમ્મા મસ્જિદ નાં ઈમામ મોલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા નમાઝ અદા કરવામા હતી.જ્યારે અલેફ મસ્જિદ ખાતે ઇમામ મૌલાના વસીમરઝા કાદરી દ્વારા રબ્બાની મસ્જીદ ઇમામ મોલાના સલીમ સાહેબ અને મોહમદી મસ્જીદના ઇમામ મોલાના વસીમ અબ્દુલ અઝીઝ કંજર સાહેબ દ્વારા ઇદની વિશેષ નફીલ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે નગરમાં બકરી ઈદ ને લઈ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે બકરી ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે ઈદગાહ ખાતે મૌલાના ગુલામ ગૌસ કાદરી દ્વારા ખાસ નમાઝ અદા કરાવવામાં આવી હતી. નમાઝ બાદ દેશમાં એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુવા કરવામાં આવી. સાથે જ ભારત સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને તમામ દેશોમાંથી નફરત દૂર થાય તે માટે સામૂહિક રીતે ઇદગાહ ખાતે વિશેષ દુવા કરવામાં આવી હતી. જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઈ ઠેર ઠેર કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!