કાલોલ ના અલવા ફતેપુરી ગામે બાઇક ના હોર્ન વગાડવા ની નજીવી બાબતે માથામાં ધારીયું મારતા નોંધાઈ પોલીસ ફરિયાદ
તારીખ ૦૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદી મુજબ કાલોલ તાલુકાના અલવા ફતેપુરી ગામે રહેતા ગણપતસિંહ નરવતસિંહ પરમાર અને તેમના ફળીયામાં રહેતા અર્જુનસિંહ નાનસિંહ પરમાર ગામમાં આવેલી અનાજ દડવાની ઘંટી એ જઈ બેઠા હતા તે વખતે આરોપીઓ (૧)અજયકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડ (૨) જનકકુમાર રાજેન્દ્રસિંહ રાઠોડ (૩) ધર્મેન્દ્ર કુમાર અજીતસિંહ રાઠોડ (૪) ભરતકુમાર અજીતસિંહ રાઠોડ તમામ રહેવાસી અલવા ફતેપુરી ગામના જોઈ જતા મારક હથિયારો લઈ આવી બુમો પાડી કહેવા લાગેલ કે અમો બાઈકના હોર્ન જોરથી વગાડીએ તો અમોને કેમ ઠપકો આપો છો તેમ કરી ફરીયાદી રોહિતકુમાર પરમાર ના પિતા ગણપતસિંહ સાથે બોલાચાલી ઝપડો કરી આરોપી અજયકુમાર એ અચાનક ઉશ્કેરાઈ જઈ તેના હાથમાનું ધારિયું (વાસી) માથામાં મારી ગંભીર ઈજાઓ કરી તથા આરોપી જનકકુમાર એ અર્જુનસિંહને કપાળના ભાગે લાકડી મારી ઈજા કરી તેમજ આરોપી અજયકુમાર એ તેના હાથમાનું લોખંડનું ધારિયું કરીયાદી ને ડાબા પગે મારી ઈજા કરી તેમજ આરોપી ધર્મેન્દ્રકુમાર એ તેના હાથમાની લાકડી ફરીયાદીને બરડાના ભાગે મારી ઈજા કરી તથા આરોપી ભરતકુમાર એ કરીયાદી તથા સાહેદ ગણપતસિંહ તથા અર્જુનસિંહને લાકડીથી માર મારી ખરાબ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી જે અંગેની ફરિયાદ રોહિતકુમાર ગણપતસિંહ પરમાર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.