KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ હેલ્થ ઓફિસમાંથી નિવૃત થતા તાલુકા હેલ્થ ઓફિસર ની વિશેષ ઉપસ્થિત વચ્ચે રાજેશભાઈનો વિદાય સમારંભ યોજાયો.

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ બ્લોક હેલ્થ ઓફિસમાંથી વય મર્યાદા ને કારણે રાજેશભાઈ જાદવ (જંત્રાલ વાળા) નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં સાધુ સંતો,પંચમહાલ રુખીસમાજ સ્ટાફ સગા સંબંધી અને જ્ઞાતિ જ્ઞાતિબંધુ ની હાજરીમાં રાજેશભાઈને ભાવભીની વિદાય આપવામાં આવી હતી જેમાં રૂખી સમાજ દ્વારા રાજેશભાઈને મોમેન્ટો પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ સાથે પ્રમુખ પરસોત્તમભાઈ,હાઈ પાવર કમિટી અધ્યક્ષ કિરણભાઈ, મહામંત્રી ભરતભાઈ સમાજના અન્ય અગ્રણીઓમાં મનોજભાઈ, રામભાઈ,અશોકભાઈ, સુભાષભાઈ અને વડીલોએ તેમને સાફો પહેરાવી ભારે હૈયે વય નિવૃત્તિ ની વિદાય આપી હતી જેમાં બ્લોક હેલ્થ ઓફિસર મિનેશ દોશી અને સ્ટાફ ના સર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!