કાલોલ નગરના નન્ને રોઝેદાર નૂર ફાતેમા શખે ૭ વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખૂદાની બંદગી કરી.
તારીખ ૨૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરના કસ્બા વિસ્તારમાં બચપણથી નાના અલતાફખાન પઠાણ (દુકાનવાળા) ના ઘરે રહેતી ૭ વર્ષીય નૂર ફાતેમા આબીદ શેખે પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની ઈબાદત કરી હતી.અત્યારે મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનાના ગણતરીના દિવસો ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો આખરી દીવસોમાં ખુદાની ઈબાદતમાં મસ્ગુલ થઈ ગયા છે ત્યારે મોટા લોકો સાથે સાથે નાના નાના ભૂલ્કાઓ પણ અત્યારનાં સખત ગરમીના વાતાવરણમાં ભૂખ તરસ સહન કરી રોઝા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે.ત્યારે કાલોલ કસ્બા વિસ્તારમાં રહેતી ૭ વર્ષીય નૂર ફાતેમા શેખે પોતાના જીવન નો પહેલો રોઝો રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં ખૂદાની બંદગી કરી દુઆ કરી હતી. રમઝાનના મુબારક માસમાં બાળ રોઝેદાર ને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે મમ્મી-પપ્પા સાથે નાના-નાની સહિત મામા સાથે સમગ્ર પરિવારે શુભેચ્છા આપી અભિનંદન પાઠવ્યા હતા.