PANCHMAHALSHEHERA
શહેરામાં નગરપાલિકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
શહેરા નગરપાલિકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી શહેરા મુકામે આવેલી શ્રીમતિ એસ જે દવે સાર્વજનિક હાઈ સ્કૂલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હઠીલા સાહેબ તેમજ BRC રાકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
યોગ દિવસની આ ઉજવણીમાં પ્રજાપિતા બ્રહ્મ્કુમારી વિધાલયથી પૂજ્ય રતન દીદી અને RFO જયંતીભાઈ ગઢવી સાહેબ પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે શાળાના ઇનચાર્જ આચાર્ય અમિષ દવેએ ઉપસ્થિત સૌને યોગાભ્યાસ કરાવીને યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગાભ્યાસ કર્યો હતો.






