હાલોલ-ખાનગી કંપનીમાં કામ કરતા યુવકની 19 વર્ષીય મંગેતર એ કોઈ અગમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા ચકચાર
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૧૧.૨૦૨૪
હાલોલ ઔધોગીક વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં કામ કરતા યુવકની 19 વર્ષીય મંગેતર એ કોઈ અગમ્ય કારણોસર કંપનીમાં બનાવેલ રૂમમાં બારી પર ઓઢણી બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર ઘોંઘબા તાલુકાના કાનપુર ગામે બેન્કવાળા ફળિયામાં રહેતી કરુણાબેન ઉર્ફે કિંજલ રાજુભાઈ બારીયાની સગાઇ ઘોંઘબા તાલુકાના ગોઠ ગામે રહેતા તેમની જ્ઞાતિના અક્ષય બારીયા સાથે એક વર્ષ પહેલા થયા હતા જેને લઇ તે બંને એક બીજાની સાથે અવાર નવાર આવજાવ કરતા અને એક બીજાને મળતા હતા.અને નજીક ના સમયમાં આ બંને ના લગ્ન થવાના હતા.કિંજલનો મંગેતર અક્ષય હાલોલ ઔધોગિક વિસ્તાર માં આવેલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.અને ત્યાંજ રહેતો હતો.આથી પાંચ દિવસ પહેલા કિંજલ તેની મરજીથી અક્ષય સાથે રહેવા માટે ગઈ હતી ગત રોજ અક્ષય નોકરી ઉપર હતો.સવારે સાત વાગ્યા ના સમય દરમ્યાન અક્ષય રૂમ પર આવ્યો ત્યારે રાત્રીના સમયે કોઈ કારણોસર કિંજલે રૂમની બારી એ ઓઢણી બાંધી ગળે ફાસો ખાઈ લીધો હતો. જેને લઇ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી તેઓએ કિંજલ ને જોતા તેનું મોત નીપજ્યું હોવાનું જણાવતા બનાવની જાણ હાલોલ ટાઉન પોલીસ ને તેમજ કિંજલ ના પરિવાર ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેના પરિવારને સોંપી તપાસ હાથધરી છે.જોકે કિંજલે કયા કારણોસર એવું પગલું ભર્યું હશે તે પોલીસ તપાસ માં જ બહાર આવે તેમ છે.