KALOL(Panchamahal)PANCHMAHAL

ધી કાલોલ તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધીરાણ સહકારી મંડળી ની ૪૯ મી વાર્ષીક સાધારણ સભા સુવર્ણ હોલમાં યોજાઈ.

 

તારીખ ૦૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ ધી કાલોલ હાઉસિંગ સોસાયટીના સુવર્ણ હોલ ખાતે ધી કાલોલ તાલુકા માધ્યમિક શાળા કર્મચારી ધીરાણ સહકારી મંડળી ની ૪૯ મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ જેમા પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ દિલીપકુમાર પટેલ, મંત્રી નારણભાઇ પટેલ , સહ મંત્રી કિરણસિંહ પુવાર અને સભાસદો હાજર રહ્યા હતા. જ્યાં ૨૯૯ સભાસદો ધરાવતી સોસાયટીનું શેર ભંડોળ ૧,૩૦ કરોડ નુ છે વર્ષ ૨૦૨૫/૨૬ મા સોસાયટી એ રૂ ૨૭,૨૨,૫૦૦/ નો નફો મેળવ્યો છે. ત્યારે સભાસદોને ધીરાણ ૯ ટકા ના વ્યાજે આપવામાં આવે છે.પ્રમુખ દ્વારા વાર્ષીક અહેવાલ નો ચિતાર રજૂ કરેલ. આ પ્રસંગે નિવૃત્ત થયેલ કર્મચારીઓ નુ મોમેંટો આપી શાલ ઓઢાડી સનમાન કરાયુ. જે કર્મચારીઓના સંતાનો ધો ૧૦,૧૨ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સારા ગુણ લાવ્યા હતા તેઓને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!