હાલોલમાં હજરત પીર સૈયદ બાબાખા અને પીર સૈયદ બડજીશાહ (ર.અ.)નાં ચાર દિવસીય ઉર્સની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૨.૨૦૨૫
હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ હજરત પીર સૈયદ બાબાખા મલંગ મદારી (ર.અ) અને પીર સૈયદ બડજીશાહ મલંગ મદારી ગિરાહે દીવાનગાન ના ઉર્સની ઉજવણી બાબાખા બાબા અને બડજીશાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી.જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઉર્સ નાં બીજા દિવસે પરચમ કુશાઈ નો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે 27 ફેબ્રુઆરી ગુરુવારનાં રોજ બપોર બાદ પીર મોહંમદ મિયા કાદરી મસ્જિદ ખાતે થી ભવ્ય સંદલ શરિફ નું જુલૂસ નીકળ્યુ હતું જેમાં હાલોલ ની વિવિધ રાતીબે રિફાઇ ની કમિટીઓ હાજર રહી હતી જ્યારે આ પ્રસંગે વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નત નાં નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ ખાતે તેઓના હાથોથી સંદલ શરિફ ની રસમ અદા કરવામાં આવી હતી ત્યાર બાદ દરગાહ ખાતે ભવ્ય નીયાઝ એટલે કે લંગર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો એ નીયાઝ નો લાભ લીધો હતો.જ્યારે ઉર્સ નાં ચોથા દિવસે સવારે ૯ કલાકે દરગાહ ખાતે કુરાન ખ્વાની નો કાર્યક્રમ યોજાયો હતો.અને ઉર્ષ નું સમાપન કરાયું હતું જ્યારે ચાર દિવસીય ઉર્સ મેળામાં હાલોલ સહિત આજુબાજુ નાં ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્સનો લાભ લેવા અકિદતમંદો ઉમટયા હતા.