KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં વેપારીનો મોબાઈલ ગાયબ: કાલોલ પોલીસમાં નોંધાવી જાણવાજોગ.

 

તારીખ ૧૬/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરમાંથી એક વેપારીનો કિંમતી મોબાઈલ ફોન રસ્તામાં ક્યાંક પડી જતાં ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વેપારી દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં વિધિવત જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, કાલોલના હનુમાન ફળીયામાં રહેતા અને વેપાર ધંધો કરતા વિરલકુમાર નરેન્દ્રકુમાર મહેતા ગત તારીખ ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ સવારના ૦૮:૩૦ થી ૦૯:૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કાલોલ પરવડી બજારમાં આવેલ પોતાની કાપડની દુકાન “વિરલ સિલેક્શન” પર જવા નીકળ્યા હતા.આ દરમિયાન હનુમાન ફળીયાથી ત્રણ ફાનસ ચાર રસ્તા વચ્ચેના રોડ ઉપર તેમનો આશરે રૂપિયા ૧૪,૪૯૯/- ની કિંમતનો Vivo કંપનીનો T-1 મોડલનો મોબાઈલ ફોન ક્યાંક પડી ગયો હતો. આ મોબાઈલમાં જીઓ (Jio) કંપનીનું સીમકાર્ડ હતુ મોબાઈલ ફોન ગુમ થયા અંગે વેપારી દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં ફોન મળી ન આવતા, આખરે તેઓએ આ અંગે કાલોલ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. કાલોલ પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી છે.

Back to top button
error: Content is protected !!