પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે વેજલપુર પોલીસ સ્ટેશનના મારામારી કેસમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો
તારીખ ૧૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાંથી વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે જેને અનુલક્ષીને પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પો.સ.ઈ. એસ.આર.શર્માએ પોતાના પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપી પરિણામલક્ષી કામગીરી કરવા માટેની સૂચના આપી હતી જે અંતર્ગત કામગીરી કરી રહેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પોલીસ કર્મચારી હાર્દિકકુમાર કાનાભાઇને હ્યુમન સોર્શીસ દ્વારા બાતમી મળેલ કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ મારામારી કેસના ગુનાના કામે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી પ્રવીણભાઈ ઉર્ફે જાડો રામાભાઇ ચૌહાણ પાંચ પથ્થરા તાલુકા ઘોઘંબા ખાતે હોવાની હ્યુમન સોર્શીસ દ્વારા ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોક્ત આરોપી પાંચ પથ્થરા ચોકડી ખાતેથી મળી આવતા પકડાયેલ આરોપીને વધુ કાર્યવાહી કરવા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.