નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા નાળા મા હત્યા કરેલ લાશ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
તારીખ ૨૩/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નેવરીયા ગામે આથમણા ફળિયામાં રહેતા જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓના ભાઈ ગોપાલભાઈ ઉ. વ.૪૦ ની લાશ આજ રોજ બુધવારે નેવરીયા ગામે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે રોડ ની બાજુમા સિમેન્ટ ના નાળાની અંદર થી મળી આવેલ મૃતક ના કપડા અડધા નીચે ઉતરી ગયા હતા અને થોડા ફાટી ગયા હતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ આખું મોઢું લોહી લુહાણ હાલતમાં હતુ કોઈક અજાણ્યા ઈસમ દ્વારા તેઓના ભાઈ ગોપાલભાઈ ખુમાનસિંહ પરમાર ને માર મારી મોત નીપજાવી પુરાવાનો નાશ કરવાના ભાગ રૂપે મૃતકની લાશને નાળાની અંદર છુપાવી દેવાઈ હોવાનુ જણાવી કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક કોઈ કામ ધંધો કરતા ન હતા તેમજ છેલ્લા બે એક વર્ષથી અસ્થિર મગજન હોવાનું જણાવેલ છે.પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડ દ્વારા આગળની તપાસ શરૂ કરી છે.