વેજલપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકાના ભૂલકાંઓનો પ્રવેશ: પ્રાંત અધિકારીએ કરાવ્યો શુભારંભ.

તારીખ ૨૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બુધવારે કાલોલ તાલુકાની વેજલપુર પ્રાથમિક શાળામાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યા તેમાં પંચમહાલ જિલ્લા ના નાયબ કલેકટર અને પ્રાંત ઓફિસર નીરીલ મોદી ના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારબાદ આજ પ્રાથમિક શાળા માંથી અભ્યાસ મેળવીને ઉચ્ચ અભ્યાસમાં અનેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકો નું સન્માન કરવામાં આવ્યુ. આજ શાળામાંથી અભ્યાસ મેળવી એસએસસીમાં આ વર્ષે 91% મેળવેલ વિદ્યાર્થીને પરમાર સાક્ષીનું સન્માન કરવામાં આવ્યું શાળા પરિવાર વતી તેને ચોપડો પેન અને રોકડ ઇનામ અને આવેલ નાયબ કલેક્ટર તરફથી પ્રોત્સાહિત રોકડ ઇનામ આપવામાં આવી ત્યારબાદ હાલ ધોરણ 9માં પ્રવેશ લેનાર ભોળા સાદીયા અને લુહારિયા કિંજલને પણ NMMS તથા ધોરણ 8 માં પ્રથમ નંબર મેળવવા બદલ બાળકોને પેન અને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ધોરણ ત્રણ થી આઠની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને પણ ચોપડો અને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આજના આ પ્રસંગે શાળામાંથી નિવૃત થયેલ ફતેસિંહ તરફથી નવીન પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલબેગ ભેટ આપવામાં આવ્યા તેમજ આજ શાળામાંથી નિવૃત્ત થયેલ પરમાર મીનાક્ષીબેન તરફથી નવીન પ્રવેશ બાળકોને કંપાસ પાઉચ અને વરિયા સંગીતાબેન તરફથી કલર પેન પેન્સિલ રબર અને ચોકલેટ આપવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષક મિત્રોએ કંઈકને કંઈક બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શાળાના સંચાલક ભાનુબેન તરફથી દરેક બાળકોને નોટબુક અને ભારત સિલિકા તરફથી નાબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને 150 ફૂલ સ્કેપ ચોપડા દાન આપવામાં આવ્યું. લાઇઝન ઓફિસર પ્રવીણભાઈ પટેલ સી.આર.સી કો. એ બાળકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસએમસી સભ્યો અને ગામજનો ઉપસ્થિત રહ્યા . પ્રવેશ વિધિ પત્યા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ એસ.એમ.સી મીટીંગ રાખવામાં આવી તેમાં પ્રાંત અધિકારી દ્વારા મુશ્કેલીઓ અંગે પૂછવામાં આવતા એસ.એમ.સી અધ્યક્ષ ઇશાકભાઈ ભોળા અને અન્ય વાલીઓ દ્વારા શાળાના આગળ આવેલા જાહેર માર્ગ પર બમ્પ બેસાડવા માટે કહેવામાં આવ્યું છે જે બાબતે પ્રાંત અધિકારી એ હકારાત્મક લઈ અને ટૂંક સમયમાં બમ્પ બેસાડવા માટેની બાહેધરી આપી. શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા આવેલ તમામ મહેમાનો, એસએમસી સભ્યો, વાલીગણ અને શિક્ષક મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો.






