KALOL(Panchamahal)PANCHMAHAL

પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

 

તારીખ ૨૩/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે લોકો માટે લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.આ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાની ગોધરાની મોડેલ સ્કૂલ,શહેરની પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં રંગોળી થકી મતદારને મતદાન કરવા અપીલ કરી હતી.આ રંગોળીમાં “વોટ ફોર અ બેટર નેશન” , “આપણો મત આપણો અધિકાર”,”મતદાન મારો અધિકાર” જેવા સૂત્રો સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!