કાલોલના તરવડા ગામે પોલીસે દરોડો પાડી ખેતરના ઘરમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો.

તારીખ ૦૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તરવડા ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડના પ્લાસ્ટિક ક્વાટર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મલાવ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે તરવડા કેનાલ પાસે ખેતરમાં રહેતો જયપાલસિંહ ઉર્ફે સોમો બળવંતસિંહ સોલંકી પોતાના ખેતરવાળા ઘરમાં પરપ્રાંતીય વિદેશી દારૂ સંતાડીને ચોરી-છુપીથી વેપાર કરે છે.બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. પોલીસે ખેતરમાં આવેલા ઘરને કોર્ડન કરી તપાસ કરતા ઓસરીના ભાગેથી વિજ મીટર અને અંદરના મુખ્ય ઓરડામાંથી વિમલના થેલામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તપાસ દરમિયાન થેલામાંથી પરપ્રાંતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના કુલ ૧૯ નંગ પ્લાસ્ટિક ક્વાટર્સ કિંમત રૂપિયા ૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમામેજિક મુમેન્ટ્સ વોડકા: ૧૦ નંગ પ્લાસ્ટિક ક્વાટર્સ (કિંમત ₹૮૮૦),રોયલ બ્લ્યુ વ્હીસ્કી: ૦૯ નંગ પ્લાસ્ટિક ક્વાટર્સ (કિંમત ₹૭૨૦)કુલ ₹૧,૬૦૦ નો મુદ્દામાલ આરોપી પાસે દારૂ રાખવા અંગે પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે ગુન્હામાં સંડોવાયેલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ અંગે પોલીસ ફરિયાદના આધારે કાલોલ પોલીસે આરોપી જયપાલસિંહ સોલંકી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન (સુધારા) અધિનિયમની કલમ ૬૫(એ)(એ) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ મામલે આગળની વધુ તપાસ PSI એસ.આર. મકવાણા ચલાવી રહ્યા છે.







