GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અચરાલ ગામની ધટનાને લઇ સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અચરાલ ગામની ધટનાને લઇ સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી છે. પંદર દિવસનું બાળક ગૂમ થયું હોવાની જાદર પોલીસ મથકે ફરીયાદ મળી હતી. ફરિયાદને આધારે જાદર તેમજ ઈડર પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોચી પરિવારના જણાવાયા મુજબ ગુમ થયેલ બાળકની શોધખોળ હાથધરી હતી. મકાનમાં ખાટલા પર સૂતેલા પંદર દિવસીય બાળક ગુમ થયાની જાણ થતાં પોલીસ તંત્ર પણ અચરજ માં મુકાયું હતું. જૉકે પોલીસે બાળકના પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. સોમવારના રોજ ગુમ થયેલ બાળકની શોધખોળ માં મોડી રાત ઈડર તેમજ જાદર પોલીસ નો કાફલો ઘટના સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે પરિવાર પર આશંકા વ્યક્ત કરી પરિવારની પૂછપરછ હાથધરી હતી. ત્યારે સમગ્ર તપાસ દરમિયાન ચકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. પંદર દિવસીય બાળકને પોતાની જનેતાએ કૂવામાં નાખી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત સામે પોલીસ તંત્રના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર બાબતે મળતી માહિતી અનુસાર અચરાલ ગામની સીમમાં રહી ખેતી કામ કરતો પરિવારમાં તાજેતરમાં પંદર દિવસ અગાઉ પુત્રનો જન્મ થયો હતો. પંદર દિવસીય બાળકને માથાના ભાગે લોહી નીકળ્યું હોવાને પગલે માતા પરિવારથી ગભરાઈ ગઈ હતી જેને લઇ બાળકનું મુત્યુ થયું હોવાની આશંકા રાખી નજીકના ખેતરનાં કૂવામાં પથ્થર સાથે કપડું નાંખી પાણીની જળ સપાટી ચેક કરી હતી. ત્યાર બાદ બાળકને કુવામાં નાખી દઈ બાળક ગુમ થયાની ચર્ચા જાણકારી વહેતી કરી હતી. જોકે પોલીસે પરિવારની ઊંડાણપૂર્વક તપાસ બાદ પોતાની માતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના નો પર્દાફાશ કર્યો છે. પોતાના પંદર દિવસના દીકરાને મોતને ઘાટ ઉતારનારી હથિયારી માતાને સમગ્ર જિલ્લામાં ફિટકાર મળી રહી છે ત્યારે જાદર પોલીસે અત્યારે માતાની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલ મૃતક બાળકના મૃતદેહને ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવે છે તેમજ હથિયારી માતાને જિલ્લા પાછળ ધકેલવામાં આવી છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!