GUJARATKHERGAMNAVSARI

પાણીખડક શાળામાં જિલ્લા કલા ઉત્સવ બાળ વિજ્ઞાન મેળો અને નોટરી ક્લબનો ત્રિવેણી સન્માન કાર્યક્રમ

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

જી.સી.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારીના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ નવસારી ખાતે ઉજવાયો હતો.જેમાં સંસ્કાર વિદ્યામંદિર પાણીખડકના બાળકો પટેલ દીપ ઠાકોર ગાયન સ્પર્ધા અને પટેલ ચૈતાલી મહેન્દ્ર ચિત્રકલા સ્પર્ધામાં એસવીએસ કક્ષાએથી પ્રતિનિધિત્વ કર્યુ હતુ જેમા બંને વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું.જીલ્લા કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો યોજાયો જેમાં શાળાની ગ્રીન હાઇડ્રોજન બાય સોલાર પેનલ કૃતિ ચૌધરી મોહિત અને પટેલ ધ્રુણાલ દ્ધારા રજુ કરવામાં આવી સાથે લોટરી કલબ ચીખલી દ્ધારા છાત્રાલયના બાળકોને બ્લેનકેટ આપવામા આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમા શાળાનાં પ્રમુખશ્રી પરભુ દાદા, ઉપપ્રમુખશ્રી ખંડુભાઈ અને ટ્રસ્ટી ગણની હાજરીમાં આચાર્યશ્રીના હસ્તે બાળકોને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. અને શાળા સતત પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા. આભારવિધિ શ્રી સંજયકુમાર પી ઠાકોર દ્ધારા કરવામા આવી હતી.

Back to top button
error: Content is protected !!