સંતરામપુર ની પરિણીતાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી.
ત્રીપલ તલાક આપનારા પતિને પોલીસે જામીન આપ્યાના સંતરામપુરની મહિલાના આક્ષેપ.
ત્રીપલ તલાક આપનારા પતિને પોલીસે તરત જામીન આપ્યા નો સંતરામપુરની મહિલાનો આક્ષેપ …
રિપોર્ટર…..
અમીન કોઠારી મહીસાગર….
સંતરામપુર ની પરિણીતા ની રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી…
નવ વર્ષના લગ્નજીવનમાં સંતાન ન થતા પતિ સાસરીયા નો ત્રાસ…
મહીસાગર જીલ્લાના સંતરામપુર નગરમાં રહેતી મુસ્લિમ મહિલાને પતિ ત્રીપલ કલાક આપી દેતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.
પરંતુ તેનો જામીન પર છુટકારો થતા પરણી થાય રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવતા સમગ્ર જિલ્લા સહિત સંતરામપુર નગરમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સંતરામપુર નગરમાં રહેતા જાવેદ મુસ્તાક કોઠારી નામના યુવાન સાથે આ મહિલાના નવ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન સમયે બધું બરાબર ચાલતું હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને એ સમય વીતવાને નવ વર્ષ પૂર્ણ થવાને આર્યા આવ્યા પરંતુ મહિલાને સંતાન ન થતા અવારનવાર સંતાન મારે જોઈએ છે તેવી માંગણી આ યુવાન કરતો હતો અને એ યુવાને પછી આ મહિલાને તેના પરિવાર સહિત માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું આ દીકરી આ મહિના એ ગરીબ પરિવારમાંથી આવતી હોવાને લીધે જાવેદ મુસ્તાક કોઠારી તથા તેના પરિવારનો ત્રાસ સહન કરતી હતી છેક છેલ્લે સંતાનનું બહાનું કાઢીને તે વ્યક્તિએ આ મહિલાને whatsapp ઉપર ત્રિપલ તલાખ આપી દીધા હતા જેને લઈને આ મહિલાના પરિવારમાં ખૂબ જ ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.
મહિલાની દયની સ્થિતિ દેખીને તેના પરિવાર દ્વારા તેને ન્યાય અપાવવા માટે મહિલાએ લુણાવાડા પોલીસ સ્ટેશન જાવેદ મુસ્તાક કોઠારી તથા તેના સમગ્ર પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની સામે કાર્યવાહી કરવા માટે જાવેદ મુસ્તાક કોઠારી ની ધરપકડ કરી હતી પણ જાવેદને જામીન મળી જતા આ મહિલાએ રાષ્ટ્રપતિ , રાજ્યના ગૃહ વિભાગ માં અને મુખ્યમંત્રીશ્રીને ન્યાય મેળવવા માટે રજૂઆત કરી છે.
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે મહિલાએ ન્યાય ના મળે તો રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની પણ માંગણી કરતા સમગ્ર સંતરામપુર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચા મટી જવા પામી છે મહિલા દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે મને સાંભળ્યા વગર આરોપી જાવેદ મુસ્તાક કોઠારીને જામીન આપવામાં આવ્યા છે જે કેટલે અંશે યોગ્ય ગણાય…???!!!
બોક્સ…(બાઈટ)
આ બાબતે મહિસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા એ જણાવ્યું હતું કે, જેમાં આરોપીને પોલીસ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તે બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, તેમાં જો કોઈ પોલીસ કર્મચારી કસૂરવાર જણાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમજ ફરિયાદી મહિલાને પોલીસ સ્ટેશન બોલાવીને તેનો પક્ષ સાંભળીને તેને ન્યાય મળે તેવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.