PATANRADHANPUR

રાધનપુર ખાતે રામ નવમીની ઉજવણી ના ભાગરૂપે ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી

રાધનપુર ખાતે રામ નવમીની ઉજવણી ના ભાગરૂપે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આશાપુરા માતાજીના મંદિરથી ભરવાડ વાસ રામાપીરના મંદિર સુધી ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરના તમામ હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા રામચંદ્ર ભગવાનની આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ભરવાડ વાસ રામાપીરના મંદિર સુધી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર રાધનપુર ને કેસરિયો બનાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાધુ સંતો તમામ હિન્દુ સંગઠનના અગ્રણીઓ સમગ્ર હિન્દુ સમાજ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી શોભા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ના રૂટ ઉપર સેવાભાવી લોકો દ્વારા છાશ ઠંડા પાણી શરબત નાસ્તો ચા પાણી કેન્ડી જેવા સ્ટોલો બનાવી શોભા યાત્રામાં જોડાયેલા હજારો લોકોને સેવા પૂરી કરી હતી યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના શોભાયાત્રા ની અંદર દાવો રજૂ કરવામાં આવ્યા હતા. લાઠીદાવ તલવાર દાવ જેવા અન્ય દાવો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરભી ગૌશાળા બજરંગ દળ રામ સેવા સમિતિ આર.એસ એસ ભારત વિકાસ પરિષદ રેડ કોર્સ ભવન જેવી સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી શોભાયાત્રા ની અંદર રાધનપુર પોલીસ સ્ટેશન ના જવાનો દ્વારા ડીવાયએસપી સહિતના લોકો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રથયાત્રાની અંદર જય શ્રી રામના નારા સાથે રાધનપુર ને અયોધ્યા ની નગરી બનાવી દીધી હતી સમગ્ર રાધનપુર રામનવમીની શોભાયાત્રામાં જોડાયું હતું સમગ્ર રાધનપુરમાં ભક્તિમય વાતાવરણ

 

અહેવાલ ભવાનજી ઠાકોર રાધનપુર પાટણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!