PATANPATAN CITY / TALUKO

શ્રી એસ પી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા હાઇસ્કુલમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર પ્રકાશ કુમાર રાવળ

શિક્ષકદિન 5 સપ્ટેમ્બરની પૂર્વસંધ્યાએ શ્રી એસ પી ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસા હાઇસ્કુલમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આશરે ૪૧ જેટલા બાળકોએ એક દિવસ માટે શાળાના આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક તથા પટાવાળાની ભૂમિકા ભજવી હતી.

વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે શિક્ષકની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્યનું સંચાલન કર્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રસપ્રદ રીતે શિક્ષણકાર્ય કરાવ્યું હતું, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ મૌખિક રજૂઆત અને સરળ પ્રવૃત્તિઓ દ્વારા પોતાના વિષયનું શિક્ષણકાર્ય કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ શિક્ષકની જવાબદારીનો અનુભવ મેળવ્યો હતો અને શિક્ષક તરીકે વર્ગખંડનું સંચાલન, વિદ્યાર્થીઓને સમજાવવાની પદ્ધતિ તથા શિક્ષણકાર્યની મુશ્કેલીઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.

કાર્યક્રમના અંતે શિક્ષકની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓએ શિક્ષકદિનનું મહત્વ, શિક્ષકની જવાબદારી અને સમાજના ઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદદાયક, પ્રેરણાદાયી અને શૈક્ષણિક અનુભવસભર રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!