BANASKANTHAGUJARATPALANPUR

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારેવાડાથી પાલનપુર રોડ પર પેચ વર્કની કામગીરી પૂર્ણ કરાઈ

15 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓને વેટમિક્ષ કરી મોટરેબલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આજ રોજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ધારેવાડા થી પાલનપુર રોડ પર કિમી ૧૩૯/૦૦ થી ૧૪૦/૦ વચ્ચે પેચ વર્કની કામગીરી હાથ ધરાઇ હતી. માર્ગ અને મકાન વિભાગના તાંત્રિક અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી પૂર્ણ કરાઈ હતી. આ માર્ગથી પાલનપુરથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો અને મુસાફરો માટે અગાઉ વરસાદના પગલે થયેલા ખાડાઓના કારણે મુસાફરીમાં અડચણો ઉભી થતી હતી. હવે પેચ વર્કના કાર્યો પૂર્ણ થતાં મુસાફરી વધુ સુગમ અને સલામત બનશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગની જાળવણી અને મુસાફરોને સરળ મુસાફરી મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!