પાવાગઢ:રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ આગામી ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં યોજાશે
પાવાગઢ:રાજ્યકક્ષાની પાવાગઢ આરોહણ - અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ આગામી ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં યોજાશે,પંચમહાલ જિલ્લાના ૧૯ થી ૩૫ વર્ષના ઇચ્છુક સ્પર્ધકો તા. ૩૦ મી નવેમ્બર સુધીમાં અરજી કરી શકશે
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૧૧.૨૦૨૪
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ,ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પંચમહાલ તથા જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા સંચાલિત રાજયકક્ષા પાવાગઢ આરોહણ-અવરોહણ ૨૦૨૪-૨૫ સ્પર્ધા આગામી ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં યોજાનાર છે. જેમાં જિલ્લાના ૧૯ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ ૧૯ થી ૩૫ વર્ષની વયમર્યાદામાં ધરાવતાં યુવક અને યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા તમામ ઇચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,પંચમહાલ ખાતેથી અરજી ફોર્મ મેળવીને તેમાં જરૂરી વિગતો ભરી ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લા સેવા સદન, ભાગ-૨ માં પ્રથમ માળે આવેલ રૂમ નં-૩૫ માં સ્થિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે આગામી તા.૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમિયાન સાંજના ૦૫-૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી પરત મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે પસંદગી પામેલ સ્પર્ધકો સીધા જ અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને કચેરી દ્વારા ટેલિફોનિક/વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તેમજ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે સ્વ-ખર્ચે આવવા-જવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજેશ પારગીને તેમના ફોન નંબર – ૯૧૦૬૨૨૫૦૫૧ ઉપર તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી રાહુલ તડવીને ફોન નંબર – ૯૦૯૯૧૩૨૨૬૫ પર સંપર્ક કરી શકાશે.