BHUJGUJARATKUTCH

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સૌરાષ્ટ્ર સંભાગની રાજ્ય કારોબારી બેઠકમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા -10 એપ્રિલ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને મહામંત્રી અનિરુદ્ધસિંહ જાડેજાને પડતર પ્રશ્નોની લેખિત રજુઆત કરવામાં આવી હતી.જિલ્લાના શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે; જૂની પેન્શન યોજના પુન:લાગુ કરવા બાબત,HTAT મુખ્ય શિક્ષકોના બદલી અંગેના ઠરાવો બહાર પાડવા અંગે,PRAISA સોફ્ટવેર ખામીઓ દૂર કરાવવા બાબત,BLO સહિત તમામ બિન-શૈક્ષણિક કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ અપાવવા બાબત,એસએમસીને ફાળવવામાં આવતી ગ્રાંટ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ફાળવવા અંગે,વિદ્યાર્થીઓને અપાતી સ્વ.અધ્યયન પોથી તેમજ એકમ કસોટીની બુક તેમજ અન્ય સાહિત્ય શૈક્ષણિક પૂરતા પ્રમાણમાં અને એક કોપી શિક્ષકોની પણ આપવામાં આવે, બધું સાહિત્ય સત્રની શરૂઆતમાં આપવા અંગે,વ્યાયામ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા બાબત,CRC/BRC ના PTA માં વધારો કરવા બાબત,બાલવાટીકાના બાળકોને ગણવેશ અને શિષ્યવૃત્તિ આપવા અંગે,બદલી કેમ્પો યોજવા અને નવી ભરતી કરાવવા બાબત,શૈક્ષણિક વર્ષમાં આપવામાં આવનાર તાલીમો દર વર્ષે વર્ષના અંતમાં આપવામાં આવે છે એના બદલે અગાઉથી આયોજન કરી બંને સત્રમાં સપ્રમાણ તાલીમ આપવાનું આયોજન થાય તે સંદર્ભે યોગ્ય કરવા બાબત.ઉપરોક્ત તમામ પ્રશ્નોની રાજય કક્ષાએથી ભારપૂર્વક રજૂઆત કરી યોગ્ય ઉકેલ આવે પ્રયત્નો કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા કચ્છ જિલ્લા ટીમ વતિ HTAT અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહામંત્રી રમેશભાઈ ગાગલ,રાજય પ્રતિનિધિ હર્ષદભાઈ ચૌધરી,મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ,મહિલા સહ મંત્રી ડૉ. કૈલાશબેન કાઠેચા એ રાજય ટીમને રૂબરૂ રજુઆત કરી હતી. રાજય સંગઠન દ્વારા ઓલ્ડ પેન્શન યોજના સહિત એચ ટાટ મુખ્યશિક્ષકોના પ્રશ્નો અંગે આક્રમક રીતે આગળ વધી પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!