વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-05 એપ્રિલ : રામનવમીની પૂર્વ સંધ્યાએ યોગાનુયોગ એમના પરમ ભક્ત હનુમાનજીના પવિત્ર દિવસ શનિવારે મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે આવેલા રોકડિયા હનુમાન મંદિરે લોકો ઉમટી પડ્યા હતા અને સંગીતમય આરતી સાથે હનુમાન ચાલીસાના પાઠમાં લોકો તલ્લીન થઈ ગયા હતા. રામભક્તોને આવતા શનિવારે હનુમાન જયંતીના દિવસે લાભ લેવા મંદિરના સંચાલક કનુભા જાડેજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.