GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં ઉજવાતા ઉર્સની હર્ષોલ્લાસ સાથે ઉજવણી.

તારીખ ૨૪/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે સેટકો સંચાલિત આંગણવાડી સામે આવેલ વર્ષો જૂની દરગાહ હઝરત સૈયદ ગેબનશાહ બાબા અને હઝરત સૈયદ પીર સૈયદશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી રજ્જબ મહિનાની મુસ્લિમ તારીખ 22 માં ચાંદે પરંપરાગત રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી જ્યાં બન્ને પીરના ઉર્સ નિમિત્તે દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ દરગાહના ખાદીમ સલીમભાઇ શેખ દ્વારા અદા કરાઇ હતી જ્યાં સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં સુંદર નિયાઝનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ મોડી રાત્રી સુધી નિયાઝમા ભાગ લીધો હતો જ્યાં સમગ્ર ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ આસ્થાથી માથું ટેકવી પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં દુઃખદર્દોની માનતા માની હંમેશા દરગાહ નો આશરો લેતા હોય ગતરોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!