GUJARATJUNAGADHKESHOD

ભવનાથ વિસ્તારમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેનું તંત્ર દ્વારા આયોજન

ભવનાથ વિસ્તારમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેનું તંત્ર દ્વારા આયોજન

જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોને વીજળી, પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે પરિક્રમાના રૂટ પર અજવાળું રહે તે માટે ૮ જગ્યાએ ડીઝલ જનરેટરના સેટ મૂકવામાં આવશે. આ માટેની કામગીરી પીજીવીસીએલ તંત્ર દ્વારા પૂર જોશમાં કરવામાં આવી રહી છે. ગિરનાર પરિક્રમા રૂટ પર જંગલ વિસ્તારમાં પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી-૨,  મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોળદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા, આમ કુલ-૮ જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવશે. પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં જનરેટર સેટ તથા લાઈટ સતત ચાલુ રહે તે માટે પણ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પુરવઠો જાળવી રાખવા માટે રાઉન્ડ ધી ક્લોક એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ ફરજ બજાવશે. આકસ્મિક સંજોગોમાં હયાત ફીડરનો વીજ પુરવઠો ખોરવાય તો તેમને અન્ય રોપ વે તથા અરવિંદ ફીડરમાંથી વીજ પુરવઠો આપી શકાય તે માટેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં વીજ પુરવઠો પૂરો પાડતા ઇલેવન કેવી અંબાજી ફીડરનું પણ જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!