ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરાયું
વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા
ઝઘડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પુરૂ પાડી શકે છે, આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા ઝઘડિયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિય ના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ, કોર્ટ સ્ટાફ, બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાઉ વૃક્ષો, બીલી, લીમડો વિગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ, સિનિયર વકીલ દિલીપસિંહ નકુમ, પંકજભાઇ રાણા, અરૂણભાઈ ચૌહાણ, મુકેશભાઈ વસાવા વિગેરે વકીલ મિત્રો તથા ઝઘડિયા કોર્ટ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો, આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો પર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું
ઈરફાનખત્રી
રાજપારડી