GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

PM મોદીના નવસારી કાર્યક્રમને લઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આગેવાનો\-કાર્યકરો સાથે કરી વિસ્તૃત ચર્ચા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારી ખાતે યોજાનારા કાર્યક્રમને લઈને ભાજપા સંગઠન દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ અને સુચારુ રીતે પાર પાડવા ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નવસારી જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો તથા કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

બેઠક દરમિયાન કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓ, સંગઠનાત્મક કામગીરી તેમજ કાર્યકરોની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષે કાર્યક્રમને લઈને સ્થાનિક સંગઠનને જરૂરી માર્ગદર્શન આપી વધુમાં વધુ કાર્યકરોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, નવસારી જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રભારી શ્રી શંકરભાઈ આમલિયાર, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ, ભાજપાના આગેવાનો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ભાજપા સંગઠનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કાર્યક્રમની તૈયારીઓને વધુ વેગ મળે તેવી શક્યતા છે.

Back to top button
error: Content is protected !!