AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનાં ફોટા પાડનાર ફોટોગ્રાફર વચ્ચે ઝઘડો થતા 5 સામે પોલીસ ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સાપુતારા ખાતે પ્રવાસીઓના ફોટા પાડનાર ફોટોગ્રાફરો  વચ્ચે ઝઘડો થતી હતો.જેમાં પાંચ જેટલા વ્યક્તિઓ દ્વારા સાથે મળીને  ફોટોગ્રાફર ભાઈઓ ને માર મારવામાં આવ્યો હતો.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલમાં સાપુતારા ખાતે રહેતા શૈલેષભાઈ જયસિંગભાઈ યાદવ (મૂળ રહે. દેવરિયા તા.જી.દેવરિયા મધ્યપ્રદેશ )  એ સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓની ફોટોગ્રાફી કરી પોતાનું ગુજરાત ચલાવે છે.ત્યારે  શૈલેષભાઈ તથા તેમના નાના ભાઈ નિલેશ અને આદિત્ય જીતેન્દ્ર પાંડે સાથે મોટરસાયકલ ઉપર કેમેરો લઈ સાપુતારા ગવર્નર હિલ ઉપર પ્રવાસીઓને ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. અને પ્રવાસીઓ ના ફોટા પાડી રહ્યા હતા. તે વખતે શૈલેષભાઈ સાથે કામ કરતો આદિત્ય જીતેન્દ્ર પાંડે એ શૈલેષભાઈ ના કેમેરાથી પ્રવાસીના ફોટો પાડતા હતા. ત્યારે ગવર્નર હિલ (ટેબલ પોઈન્ટ) ઉપર પ્રવાસીઓને ફોટોગ્રાફીનું કામ કરતો શુભમ રાજપુત નામનો વ્યક્તિ આવ્યો હતો અને શૈલેષભાઈ સાથે કામ કરતા આદિત્યને અપશબ્દ બોલવા લાગ્યો હતો અને કહેતો હતો કે, “તું મોટો કેમેરો કેમ લઈને આવેલ છે તારા લીધે અમારો ધંધો થતો નથી.” એમ કહી શુભમ રાજપુત દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હતા અને શૈલેષભાઈ સાથે પણ ઢીક્કા મુક્કી કરી માર મારવા લાગ્યા હતા. તેમજ થોડા સમય બાદ શુભમ રાજપુત નો પક્ષ લઈ રોશન અશોક પાંડે નામનો વ્યક્તિ આવ્યો હતો અને શૈલેષભાઈ ને અપશબ્દ બોલવા લાગ્યા હતા અને કહેતા હતા કે,” તેરે કો લડના હૈ તો નિકલ નહિ તો નિકલ જા.” એમ કહી શૈલેષભાઈ ને તથા નીલેશ ને માર મારવા લાગ્યા હતા તે સમયે શૈલેષભાઈ ના મિત્ર બબલુભાઈ ત્યાં આવ્યા હતા અને વચ્ચે પડ્યા હતા અને  તેમને માર થી બચાવ્યા હતા.જોકે પછી સાંજના પોણા સાતેક વાગ્યાની આસપાસ શૈલેષભાઈ  ટેબલ પોઇન્ટ ઉપર આવેલ હતા અને  ટોઇલેટની બાજુમાં ઉભા હતા તેમનો  ભાઈ નીલેશ તેમની  માલીકીની બોલેરો ગાડીમાં સુતેલો હતો. તે સમયે સવારના ઝઘડાનુ મન દુ:ખ રાખી રોશન અશોક પાંડે તથા ઉજ્જવલ વિરેન્દ્ર પાંડે તથા રીંકી વિરેન્દ્ર પાંડે તથા દિવ્યેશ સુરેન્દ્ર પાંડે વારાફરતી આવી શૈલેષ  તથા તેના ભાઈ નિલેષને ગાળા ગાળી કરી ઢીક્કા પાટુનો માર મારવા લાગેલ અને ઉજજવલ કોઇ જગ્યાએથી લાકડાનો ડંડો લઈ આવી શૈલેશના ભાઈ નિલેશને ડંડાથી માર મારવા લાગેલ હતા.જેથી બંને ભાઈ ત્યાંથી નાસી છૂટયા હતા.ત્યારે   ફરી વાર લાગમાં આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી  એ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવી હતી.જે બદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જેમાં શૈલેષભાઈ એ સાપુતારા પોલીસ મથકે ૧. શુભમ રાજપૂત (રહે. લુધિયાણા જી. લુધિયાણા, હાલ રહે. બોરગાવ તા. સુરગાણા જી.નાશિક ),૨. રોશન અશોકભાઈ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી , મીજોરમઢી ),૩. ઉજવલભાઈ વિરેન્દ્રભાઈ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી , મીજોરમઢી),૪. રિંકિભાઈ વિરેન્દ્રભાઈ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી , મીજોરમઢી),૫. દિવ્યેશ સુરેન્દ્રભાઈ પાંડે (રહે. નંબર બસબીટા જી.સીતામઢી , મીજોરમઢી) એમ મળી કુલ પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Check Also
Close
Back to top button
error: Content is protected !!