BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર મારામારીની ઘટના:બે યુવકોએ એક યુવાનને માર માર્યા, વીડિયો વાઇરલ થતા પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ પર આવેલા સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવી છે. બે યુવકોએ એક યુવાનને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મારામારી દરમિયાન કેટલાક અન્ય યુવાનો પણ ત્યાં હાજર હતા.
ઉલ્લેખનિય છે કે, આ જ શોપિંગ સેન્ટરમાં અગાઉ 14 ફેબ્રુઆરીએ પણ આવી મારામારીની ઘટના બની હતી. જેમાં બી ડિવિઝન પોલીસે ચાર સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું હોય તેવું જણાય રહ્યું છે. આવા તત્વો પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં મારામારી કરી રહ્યા છે. આના કારણે સામાન્ય લોકો અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.