ગડખોલ ગામ નજીકથી ગત મહિને મળેલા મૃતદેહનો ભેદ પોલીસે ઉકેલ્યો
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ગડખોલ ગામ પાસે ખંડેર ઇમારત પાસેથી મળેલા યુવાનના મૃતદેહના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. ભંગાર વીણીને પેટિયુ રળતો યુવાન અજાણ્યા યુવાનને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો જયાં બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતાં તેણે અજાણ્યા યુવાનના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેકી દીધો હતો. આ કૃત્યને અંજામ આપનારા આરોપી રાજુ સાકેટની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગડખોલની ખંડેર ઇમારતમાંથી અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન હાલતમાં વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ઇજાના નિશાન હોવાથી પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં યુવકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવ્યાં બાદ મૃતદેહને ઉપરથી નીચે ફેંકી દેવાયો હતો તેવો ઘટસ્ફોટ થયો હતો. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરેપોલીસએ મધ્યપ્રદેશના રાજુ સાકેટને ઝડપી પાડયો હતો. તેની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે અજાણ્યા યુવાનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે અજાણ્યા યુવાનને તેની સાથે બિલ્ડિંગમાં લાવ્યો હતો પણ જમવા બાબતે ઝઘડો થતાં તેણે વિવિધ સ્થળેથી ભંગાર વીણી તેને વેચી પેટિયું રળીલેતો હતો જયારે ક્યારેક ભીખ પણ માંગતો હતો. હત્યા દિવસે જ તેને અજાણ્યો યુવાન મળતા થોડી વાતચીત બાદ સાથે લઇ ગયો હતો. ત્યાંસામાન્ય તકરારમાં રાજુ સાકેટએ તેનું ઢીમ ધાણી દીધું હતું. અત્રેઉલેખનીય છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે પણ સૌથી મોટો પડકાર હવે મૃતક ઈસમ કોણ છે. તે ક્યાંથીઆવ્યો હતો. ને કોણ છે. તેના પરિજનોછે કે કેમ ? જેવા સવાલ ના જવાબ શોધવા માટે મૃતદેહ ના ફોટોતેમજ તેની ઓળખ માટે ના કેટલાક શારીરિક નિશાન સાથે તપાસ શરુ કરી છે. શ્વાનોએ મૃતદેહને વિકૃત કરી નાંખ્યો હતો અંકલેશ્વરના ગડખોલ નજીક અવાવરૂ બિલ્ડિંગ નજીકથી યુવાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહની સ્થિતિ જોતા શરૂઆતથી જ તેની હત્યા કરાઇ હોવાનો શક હતો. જેથી પોલીસે બાતમીદારો તથા સીસીટીવી કેેમેેરાના ફૂટેજની તપાસ કરી હતી. જેમાં આરોપીની શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે હત્યાના ગુનાની કબુલાત કરી હતી.શ્વાનોએ મૃતદેહને વિકૃત કરી નાંખ્યો હતો.