GUJARATJUNAGADHJUNAGADH RURAL

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે સુસજ્જ થતો પોલિંગ સ્ટાફ : બીજી તાલીમનો પ્રારંભ

બે દિવસીય તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ૭૨૦ અધિકારી કર્મચારીઓએ ચૂંટણીલક્ષી પ્રશિક્ષણ મેળવ્યું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે પોલિંગ સ્ટાફની બીજી તાલીમના પ્રથમ દિવસે પ્રિસાઇડિંગ ઓફિસર, સહિત ૭૨૦ જેટલા પોલિંગ સ્ટાફને સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પાર પાડવા માટે સૈદ્ધાંતિક અને હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રેક્ટીકલ પ્રશિક્ષણ મેળવ્યું હતું.
વિસાવદરના ચાપરડા ખાતેના બ્રહ્માનંદ વિદ્યાધામમાં આયોજિત આ તાલીમમાં માસ્ટર ટ્રેનર દ્વારા વિસ્તૃત રીતે ચૂંટણીલક્ષી કામગીરીના વિવિધ પાસાઓની જાણકારી આપવામાં આવી હતી.
આ તાલીમમાં ૨૪૦ જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર, ૨૪૦ પોલિંગ ઓફિસર – ૧ અને તેટલા જ પોલિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં પ્રથમવાર હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની ૩ થી ૪ અધિકારી કર્મચારીઓની એક ટીમને ઇવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું. વોટીંગ માટેના આ ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોકપોલની ડ્રિલ સ્વય પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી. ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓએ જાતે ૧૦૦ જેટલા મત નાખી મોકપોલ કર્યાં હતાં અને આ મત યોગ્ય રીતે થયા છે. તેની વીવીપેટની કાપલીઓ સરખાવી ખરાઈ પણ કરી હતી.
આમ, વિસાવદર પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ સુસજ્જ થઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!