GUJARATKUTCHMANDAVI

કચ્છ ડિસ્ટ્રીક્ટ યોગાસન ચેમ્પિયનશિપમાં વિરલ યોગ સેન્ટરના સાધકોનો ૯ મેડલ સાથે વિજય

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ ઓગસ્ટ : કચ્છ યોગાસન દ્વારા ગત ૨૨/૮/૨૬, શનિવારે ૭ મી કચ્છ ડિસ્ટ્રીક્ટ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કચ્છી લેવા પટેલ સમાજ ભુજ કોમ્યુનિટી હૉલ ખાતે યોજવામાં આવેલ.સ્પર્ધામાં વિવિધ વયજૂથ માટે ટ્રેડિશનલ યોગાસન તેમજ આર્ટિસ્ટિક યોગાસન ની કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં અંજાર અને આદિપુરમાં સ્થિત વિરલ યોગ સેન્ટરના યોગ સાધકોએ કુલ ૯ મેડલ્સ મેળવ્યા હતા. યોગ સેન્ટર ના સંસ્થાપક વિરલભાઈ આહિરે ગોલ્ડ મેડલ , યોગ કોચ દ્રષ્ટિબેન અને કૌશિકભાઈ આહિરે સિલ્વર મેડલ, વિક્રમભાઈ ચોટારા અને કિંજલબેન આહિરે ગોલ્ડ મેડલ, કાવ્યા નેગાંધીએ બે સિલ્વર મેડલ, સુનિલભાઈ બલદાનીયાએ સિલ્વર મેડલ તેમજ શીતલબેન માલસત્તારે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.યોગાસન ચેમ્પિયનશિપ હોય કે રામ નવમી કે કચ્છ કાર્નિવલ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો વિરલ યોગ સેન્ટરની ટીમ દરેક જગ્યાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બતાવે છે.આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર ૭ મી સ્ટેટ યોગાસન ચેમ્પિયનશિપમાં આ વિજેતાઓ કચ્છ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે તે માટે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!