તા. ૨૭૦૬૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના મુણધા ગામની સગર્ભાને હિમોગ્લોબીન ૫ % હોઈ તત્કાલ લોહીની જરૂર પડતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા રક્તદાન કરાયું મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કૌશલભાઈ ચૌધરીમાં ધબકી માનવતા
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય તિલાવતના દિશા સૂચન હેઠળ આરોગ્ય વિભાગ લોકોના આરોગ્યને ગંભીરતાથી લઈને સતત સતર્ક રહી કામગીરી કરી પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામમાં રહેતી સગર્ભા બહેન કે, જેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલવાણી સબ સેન્ટર ખાતે પોતાની સારવાર કરાવી રહ્યા છે તેમનો રીપોર્ટ કરાવતા તેમનામાં હિમોગ્લોબીનનું પ્રમાણ ફક્ત ૫ % જોવા મળ્યું હતું. જે એમના તેમજ આવનાર બાળક માટે જોખમી તેમજ ગંભીર બાબત હતી.ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ તુષાર ભાભોર દ્વ્રારા ઝાયડસ હોસ્પિટલ ખાતે આ બાબતની જાણ કરવામાં આવતા તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરવાની થતી હોઈ ઝાયડસ હોસ્પિટલ ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કૌશલભાઈ ચૌધરીએ માનવતા દર્શાવી રક્તદાન કરીને સગર્ભા મહિલાને મદદરૂપ બની સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બન્યા હતા