વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સુરત રેંજ પોલીસ વિભાગનાં મહાનિરીક્ષક પ્રેમવીરસિંગે સાપુતારા ઘાટમાર્ગનાં અકસ્માત ઝોન સ્પોટની સ્થળ મુલાકાત કરી અકસ્માત નિવારણ માટે અધિકારીઓને સૂચના આપી..
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક લાંબા અરસાથી વાહનચાલકો માટે જીવલેણ તેમજ ગોઝારો સાબિત થઈ રહ્યો છે.જેમાં તા.02/02/2025 નાં રોજ વહેલી સવારે 04:30 વાગ્યાના અરસામાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસે મધ્યપ્રદેશની ખાનગી બસ નં.UP-92-AT-0364નાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારીને ઊંડી ખીણમાં ખાબકી હતી.જેના કારણે બસમાં રહેલ કુલ-51 મુસાફરોમાંથી 6 મુસાફરોનું મોત નિપજતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.અહી ડાંગ વહીવટી તંત્રની ટીમ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા પોલીસ કર્મીઓની ટીમ દ્વારા અંધારામાં યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરશેન હાથ ધરવામાં આવ્યુ હતુ.જોકે આ સ્થળ પર અવારનવાર અક્સ્માત કેમ સર્જાતા હોય તેને લઈને સુરત રેંજ પોલીસ વિભાગનાં મહાનિરીક્ષક પ્રેમવીરસિંગે આજરોજ અકસ્માતના સ્થળની જાત મુલાકાત લીધી હતી.અને આ ઝોનની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી.આ મુલાકાત દરમિયાન સુરત રેંજ આઈ.જી.પી.પ્રેમવીરસિંગ સાથે ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા,રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક ઈજનેર વિપુલભાઈ પંચાલ,સાપુતારા પી.આઈ. આર.એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્થળ મુલાકાત વેળાએ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંગે સ્થળ પર વધુ અકસ્માતનાં કારણ શું છે તથા ઘાટમાર્ગમાં અકસ્માતમાં ઘટાડો કઈ રીતે થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ સુરત રેંજ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંગ દ્વારા ઉપસ્થિત અધિકારીઓને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા