વિજાપુર ખરોડ ગામે રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમ ની કરાઇ તૈયારીઓ પૂર્વ મુખ્ય મંત્રી વર્તમાન રાજપાલ આનંદી બેન હાજરી આપશે
વિજાપુર ખરોડ ગામે રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમ ની કરાઇ તૈયારીઓ પૂર્વ મુખ્ય મંત્રી વર્તમાન રાજપાલ આનંદી બેન હાજરી આપશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ના પૂર્વ મુખ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશ ના રાજપાલ આનંદીબેન પટેલ ના વતન ખરોડ ગામે આવેલ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 4/ 4/ 25 થી 6/4 /25 એપ્રિલ દરમિયાન યોજાઇ રહ્યો છે. જેને લઇ ગામજનો દ્રારા પૂર્વ તૈયારીઓ કરવા મા આવી રહી છે. આ કાર્યક્રમ મા પૂર્વ મુખ્ય મંત્રી રાજપાલ આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના હોઈ તેના માટે તાડ માડ તૈયારીઓ ચાલી રહી છે.આ કાર્યક્રમ ની તૈયારી રૂપ ગાયત્રી પરિવાર ખરોડ ના રમણ ભાઈ પટેલ અને નાની મોટી દીકરીઓ એ રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ને ઝવેરા વાવી કામની શરૂઆત કરવા મા આવી રહી છે.ચડાવો બોલવા ના આ કાર્યક્રમ મા હાસ્ય કલાકાર અજય બારોટ દ્વારા સંચાલન કરવા મા આવ્યું હતુ હવનમાં બેસવાના મુખ્ય યજમાન ન પાટલા ના પટેલ વિષ્ણુભાઈ અમથાભાઈ અને ધજાના દાતા સ્વ કાંતાબેન ભીખાભાઈ પટેલ અને મુખ્ય ભોજન દાતા સ્વ રમણભાઈ દ્વારકાભાઈ પટેલ અને દરેક દાતા નાના-મોટા અને નાના પાટલા અથવા ભાગ લીધો હતો. શાસ્ત્રી હાર્દિકભાઈ ભટ્ટ મંડાલી વાળા દ્વારા અને રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભાવિન ભાઈ પટેલ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ અને ખજાનચી મનુભાઈ પટેલ કારોબારી સભ્યો અને પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ સી પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.