
ઊંઝા પોલીસે તમાકુની 210 ચોરી થયેલ માલ ઝડપી લઈને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકો ને રૂપિયા 5,39,796/-નો માલ પરત કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા પોલીસે ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન તેમજ તાજેતરમાં થયેલ તમાકુની બોરીઓની ચોરી સહિત મુદ્દામાલ ઝડપી લઈ મૂળ માલિકો ને માલ પરત કરવા માટે તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ નું આયોજન કરી મૂળ માલિકો ને માલ પરત કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મૂજબ ઊંઝા તાલુકામા તાજેતર માં 210 જેટલી તમાકુ ની રૂપિયા 3,66,800/-નો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. તેમજ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન સહિત નો કુલ મુદ્દામાલ રૂપિયા 5,39,796/- નુ શોધી કાઢી ને મૂળ માલિકો ને બોલાવી તેરા તુજકો અર્પણ અંતર્ગત માલ પરત કર્યો હતો કાર્યક્રમ પોલીસ અધિકારી આર જે ધડુક તેમજ ચોરી શોધી કાઢી ઉત્તમ કામ કરનાર પોલીસ કર્મચારીઓ ના માર્ગદર્શન અને સલાહ સુચન સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકો પોલીસ કર્મચારીઓ પોલીસ મથકે ઉપસ્થિત રહ્યો હતો.



