BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ હેન્ડબોલ એકેડેમી પાલનપુરનુ ગૌરવ

19 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે આદર્શ હેન્ડબોલ એકેડેમી કાયૅરત છે. જેમાં વિધાર્થીઓ હેન્ડબોલ રમતનું કોચીગ મેળવી સ્કૂલ ગેમ્સમાં અને ખેલમહાકુંભમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.વષૅ -2024-25 દરમિયાન યોજાયેલ જિલ્લા કક્ષાની હેન્ડબોલ રમતનું આયોજન તારીખ 17/01/2025 ના રોજ શ્રી ર.ન.સધાણી પ્રકાશ વિધાલય મોરવાડ તા.સૂઈગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આદર્શ હેન્ડબોલ એકેડેમી પાલનપુરના વિધાર્થીઓએ Under -17 મા ભાગ લીધો હતો ભાગ લેનાર વિધાર્થીઓ ચૌધરી શૈલેષ,નિરવ, તરુણ,સંજ્ય,જીતેશ, હર્ષદ,ગૈરવ,આજેશ,દિપ,આયુષ અને ધાર્મિક વગેરે વિધાર્થીઓ ભાગ લીધો હતો અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ઝોન કક્ષાએ રમવા માટે ચૌધરી શૈલેષ અને નિરવનુ સિલેકસન થયેલ છે.જ્યારે under -14 ની ટીમમાં ચૌધરી જય,ઉત્સવ,જ્યેશ, હર્ષ, દિક્ષિત, જગદીશ,સુધીર, ભાવિક,ક્રીશ એમ., અશ્વિન, ક્રીશ એસ.લવ, વગેરે વિધાર્થીઓ ભાગ લઈ દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરી ટીમને રનસૅઅપ કરી હતી અને ઝોન કક્ષાએ ચૌધરી ક્રીશ એમ. અને ચૌધરી લવનુ સિલેસન થયેલ છે. આમ આગામી સમયમાં આદર્શ હેન્ડબોલ એકેડેમી પાલનપુરના વિધાર્થીઓ હેન્ડબોલ સ્પર્ધામા બનાસકાંઠા જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે જે સંસ્થા પરીવાર માટે ગૌરવની વાત છે.સમગ્ર વિધાર્થીઓને હેન્ડબોલ એકેડેમીના કોચશ્રી કુન્દનભાઈ તરફથી માગૅદશૅન આપવામાં આવ્યું હતું અને હેન્ડબોલ એકેડેમી પાલનપુરના ઇન્ચાર્જશ્રી ડૉ.દિપ્તીબેન ભાખરીયા , વી.આર.વિધાલયના વ્યાયામ શિક્ષક રમેશભાઈ લોહ અને એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરના આચાયૉ તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમગ્ર ટીમને વી.આર.વિધાલય આદર્શ હેન્ડબોલ એકેડેમી અને કુમાર છાત્રાલય પાલનપુર આદર્શ કેમ્પસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!